અજબ ગજબ પશુ પક્ષીઓ

 


   આ વિશ્વમાં એવા કેટલાય અજબ ગજબ પશુ પક્ષીઓ છે. કે જે સાંભળીને માનવામાં પણ ન આવે તો આજે એવી જ કેટલીક માહિતી આપની સમક્ષ રજુ કરુ છુ. 




🔮 માણસ કરતાં ગોરીલા ની તાકત ૨૦ ગણી વધુ હોય છે.

🔮 કાંગારૂ સરેરાશ ૨૫ ફૂટ લાંબો કૂદકો લગાવી શકે છે.

🔮 ટોક્યો નજીક કોરણ શહેરમાં એક ઘોડાને શિંગડા ઉગેલા છે.

🔮 આફ્રિકામાં એક એવી જાતની માછલી થાય છે જે કેટલાક દિવસ સુધી સૂકી જમીન પર રહી શકે છે અને કીડા ખાવા માટે ઝાડ પર પણ ચડી શકે છે.

🔮 ગોન્ડજમનાં ગોમાઝો ટાપુમાં પક્ષીઓની જેમ ઉડતી માછલીઓ જોવા મળે છે.

🔮 વિશ્વનું સૌથી નાનુ પક્ષી હમિંગ બર્ડ છે અને તે એક સેકન્ડમા ૯૦ વખત પાંખો ફફડાવી શકે છે.

🔮 વ્હેલ માછલીના ફેફસામાં ૧૪,૦૦૦ ટન હવા સમય શકે છે. વ્હેલ એક સસ્તન જળચર છે. માછલીઓ હમેશાં ઈંડાને જન્મ આપે છે પરંતુ વ્હેલ માછલી બચ્ચાંને જન્મ આપે છે. સૌથી આશ્ચર્યજનક હકીકત તો એ છે કે વ્હેલનું હૃદય એક મિનિટમાં માત્ર નવ વખત જ ધબકે છે.

🔮 ઓસ્ટ્રેલિયાના તિમજી નામના ગામમાં ત્રણ પગવાળુ એક બતક છે.

🔮 અમેરિકાના જી.આઇ.જો. નામના સંદેશવાહક કબૂતરને હજારો સૈનિકો ને બચાવવા માટે ગળામાં પરમવીર ચંદ્રક પહેરવામાં આવેલો હતો.

🔮 આબટ્રોસ પક્ષી 80 દિવસે જન્મતું 80 વર્ષ જીવતું અને 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતું પક્ષી છે.

🔮 વિશ્વમાં જીવંત પ્રાણીઓમાં સૌથી વધુ વસ્તી કીડીઓની માનવામાં આવે છે.

🔮 મધ્યપ્રદેશના ધાર સ્થળેથી ડાયનોસોરનાં ૬.૫ કરોડ વર્ષ જૂના ઈંડાં સપ્ટેમ્બર ૨૦૦૦ માં મળી આવ્યા હતા.

🔮 દુનિયામાં સૌપ્રથમ પ્રાણી સંગ્રહાલય પૅરિસ ફ્રાંસ માં શરૂ કરવામાં આવ્યું હતું.

🔮 ડોલ્ફિન માછલી જ્યારે સુવે છે ત્યારે તેની એક આંખ ખુલ્લી રાખે છે.

🔮 તામારીન નામે ઓળખાતા સોનેરી વાંદરા બ્રાઝિલ દેશ માંથી મળી આવે છે.

🔮 વિશ્વમાં પતંગિયાની આશરે એક લાખ દસ હજાર જેટલી જાતો છે.

🔮 અજગર કંઈપણ ખાધા વગર એક વર્ષ સુધી જીવતો રહી શકે છે.

🔮 અમેરિકાનું કાંગારૂ રેટ આખી જિંદગી પાણી પીધા વિના જીવી શકે છે.

🔮 બ્લુ વહેલ દરરોજ ત્રણ ટન ખોરાક ખાય છે તેમ છતાં તે છ મહિના ભૂખી રહી શકે છે.

🔮 અમેરિકામાં માણસો અને ઉંદર ની સંખ્યા લગભગ સરખી છે જ્યારે ઓસ્ટ્રેલિયા માં માણસો કરતાં ઘેટા ની વસ્તી ૧૦ ગણી વધારે છે.

🔮 બિલાડી એક કલાકમાં 30 માઈલની ઝડપે દોડી શકે છે.

🔮 આફ્રીકાની વિશાળ ગોકળગાય લંબાઇમાં એક મીટર જેટલી વધે છે.

🔮 એમેઝોન જંગલ માં મળી આવતી જેસીસ ક્રાઇસ્ટ નામની ગરોળી પાણી પર દોડી શકે છે.

🔮 સૌથી શક્તિશાળી ઝેર એરોપોઇઝન ફ્રોગ (દેડકા) નું હોય છે.

🔮 કાચિંડાની તથા ગરોળીની આંખો એકબીજાથી સાવ સ્વતંત્ર હોય છે તે એક સાથે બે દ્રશ્ય પણ જોઈ શકે છે.

🔮 સર્પને કાન હોતા નથી અને કાન ન હોવાને કારણે સર્પ સાંભળી શકતો નથી, પરંતુ સાવ એમ પણ નથી. સર્પની જીભ અત્યંત સંવેદનશીલ હોય છે અને આ જીભ દ્વારા જ સર્પ ધ્વનિ તરંગોને ઝીલી શકે છે. સર્પ પોતાની જીભને સતત લબકાવતો રહે છે. આમ એ એટલા માટે કરે છે કે જેથી ધ્વનિના મોજાંઓને એ ગ્રહણ કરી શકે. અર્થાત્ , સાચા અર્થમાં એમ કહેવું હોય તો કહી શકાય કે, સર્પ ‘જીભ’ દ્વારા ‘સાંભળે’ છે !

🔮 રાજનાગ ( King Kobra ) નું ઝેર, વિષ એટલું જીવલેણ હોય છે કે . એક જ ગ્રામ ઝેર ૧૫૦ માણસોને અને ૧૬૦૦૦૦ ઉંદરોને મારી શકે છે. રાજનાગના આવા ઝે૨ ને જો કોઈ માણસ હથેળીમાં ઉંચકે તો એક જ ક્ષણમાં એ બેશુદ્ધ બની જાય છે.


🔮 સર્પની અનેક, અસંખ્ય જાતિઓ છે, જેમાંથી મોટાભાગની જાતિઓ ખોરાકનો એક કોળિયો પણ ન મળે તો પણ એક વરસ સુધી જીવી શકે છે.

🔮 એમ માનવામાં આવે છે કે ઊંટ એક એવું પ્રાણી છે કે જેને લાંબો સમય પીવા માટે પાણી ન મળે તો પણ જીવી શકે છે, પરંતુ આ વાત સાવ સાચી નથી, કારણ કે, જિરાફ એક એવું પ્રાણી છે કે જે ઊંટ કરતા પણ વધારે લાંબો સમય પાણી વગર જીવી શકે છે.

🔮 સ્ટેગોસાઉરસ ! આ નામ છે એક પ્રાગૈતિહાસિક પ્રાણીનું. ડાયનોસોર નામના વિશાળ, રાક્ષસી, કદાવર અને પ્રચંડ પ્રાણીની એક જાતનું. આ ડાયનોસોર 18 ફૂટની લંબાઈ ધરાવતું હતું અને એની પૂંછડીથી લઈને નાક સુધી, શરીર પર વિશાળ, અણીદાર હાડકાંઓનું કવચ રહેતું હતું. સૌથી વિચિત્ર હકીકત એ છે કે આવા ભયાનક, વિશાળ કદ ધરાવતા ડાયનોસોરના મગજનું વજન માત્ર બે ઔંસનું જ હતું. અને આ મગજ અખરોટ કરતા કદમાં મોટું ન હતું. એમ માનવામાં આવે છે કે કદાવર દેહમાં માત્ર સૌથી નાનું મગજ ધરાવનાર આ પ્રાણી, એની જાતિ પૃથ્વી ૫૨ થી નષ્ટ થઈ ગઈ હોય તો એનું કારણ આ ટચુકડું મગજ હતું.

🔮 મોજાબંધ સર્પો ! આ સર્પો જો કે પેટેથી ચાલનારા પ્રાણીઓ, જંતુઓની જાતિમાં આવે છે, પણ આ રેપટાઈલ મોજાબંધ સર્પની જાતિ ઈંડા નથી મૂકતી, જે રીતે સસ્તન પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે તેવી જ રીતે સર્પની આ જાતિ પણ બચ્ચાંને જન્મ આપે છે.

🔮 જિરાફની જીભ ૨૧ ઇંચ લાંબી હોય છે, તે જીભ વડે કાન પણ સાફ કરી શકે છે. આખા વિશ્વમાં જિરાફ એક જ એવુ પ્રાણી છે જે શિંગડા સાથે જન્મે છે.

🔮 ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારુ છે. ઓસ્ટ્રેલિયા માં માણસો કરતા કાંગારુની વસતિ વધારે છે. ત્યા લગભગ ૫૦ પ્રકારનાં કાંગારુ જોવા મળે છે.

🔮 શેડો બર્ડ નામનું પક્ષી પોતાનો માળો ત્રણ માળનો બનાવે છે. જેમા પ્રથમ માળે બચ્ચા રહે છે, બિજા માળે તે ખોરાક સંગ્રહ કરે છે અને સૌથી નીચેના માળે નર શેડો માળાની ચોકી કરતો બેસી રહે છે.

🔮 રીંછ માનવીની જેમ રડી શકે છે.

🔮 ભુંડ – (ડુક્કર) ને સંગીત પ્રિય હોય છે.

🔮 પૃથ્વી પર સૌથી ઝડપી દોડતુ પ્રાણી ચિત્તો છે. પણ તેની આ ઝડપ અમુક સેકન્ડ પુરતી જ હોય છે. ત્યારબાદ ચિત્તાનાં શરીરનું તાપમાન વધી જવાથી તે દોડ અટકાવી દે છે. અન્યથા ચિત્તાનું મૃત્યુ થઇ શકે છે.

🔮 પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓમાથી સૌથી વધુ આયુષ્ય કાચબાનું માનવામાં આવે છે. લગભગ ૨૦૦ થી ૩૦૦ વર્ષ.

🔮 ચામાચિડીયુ પોતાના બચ્ચાને દુધ પિવડાવે છે. કેમ કે તે સસ્તન વર્ગનું પ્રાણી ગણવામાં આવે છે. પણ મોટાભાગનાં લોકો તેને પક્ષી સમજે છે.

1 Comments

Previous Post Next Post