પ્રાણીજગત

 


*કૂતરાં અને બિલાડીઓ પણ આપણી જેમ ડાબોડી(જેનો ડાબો હાથ મજબૂત હોય તે) કે જમોડી(જેનો જમણો હાથ મજબૂત હોય તે) હોય છે.


*બિલાડીઓ આશરે 1000 પ્રકારના અલગ અલગ અવાજો કરી શકે છે જ્યારે કૂતરા ફક્ત 10 પ્રકારના અલગ અલગ અવાજ કરી શકે છે.


*દર વર્ષે લોકો તેમના પાલતુ કૂતરાઓ અને બિલાડીઓ પર 3 લાખ 57 અબજ રૂપિયા ખર્ચ કરે છે.


*બિલાડી તેની પૂંછડી ની લંબાઈ કરતાં સાત ગણી ઊંચાઈ સુધી કૂદી શકે છે.


*ગાય સામન્ય રીતે ગીત સાંભળતી વખતે વધુ દૂધ આપે છે.


*જિરાફ એ દિવસ માં માત્ર 20 મિનિટ જ સુવે છે, ક્યારેક જ તે 2 કલાક સુધી સુવે છે.


*સિંહો 2 વર્ષના થાય ત્યાં સુધી ગર્જના કરી શકતા નથી.


*પેંગ્વિનના શરીરમાં ખારા પાણીને શુધ્ધ મીઠા પાણીમાં ફેરવવાની અદભૂત ક્ષમતા હોય છે.


*દરિયાઇ ઘોડા એક સમયે ત્રણ વર્ષથી વધુ સમય સુધી ઊંઘે છે.


*જિરાફ ઘોડાઓ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે અને ઊંટ કરતા વધુ દિવસ પાણી વિના રહી શકે છે.


*ઊંટના દૂધમાંથી દહીં બનાવી શકાતી નથી.


*ઊંટ 3 મિનિટથી ઓછા સમયમાં 94 લિટર પાણી પીવે છે.


*શેવાળ વિશ્વના 50 ટકા ઓક્સિજન નું ઉત્પાદન સુમંદરમાં મળી આવતી શેવાળ કરે છે.


*સાપ 3 વર્ષ સુધી સતત સૂઈ શકે છે.


*કાચબા, દરિયાઈ સાપ, મગર અને ડોલ્ફિન જો તે સમુદ્રમાં ઊંડા જાય તો ડૂબી શકે છે.


*વિશ્વના કુલ ડુક્કરના ની અડધી સંખ્યા ના ડુક્કર ચીની ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે. અહીં ઉછેરવામાં આવતા કુલ ડુક્કરોની સંખ્યા લગભગ 47 કરોડ છે.


*કીડી ક્યારેય સૂતી નથી અને કીડીને ફેફસાં હોતા નથી.


  પ્રાણીજગત


       નીલગાય

નીલગાય સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળે છે. તેઓ મોટાભાગે ખેતરોને નુકસાન કરતી હોવાથી તે ખેડૂતોના દુશ્મન સમાન હોય છે. નીલ ગાયને રોજડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નીલગાય સૌથી વધુ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. ભારતમાં તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં પણ જોવા મળી રહે છે. નીલગાયને હરણની પ્રજાતિનું પ્રાણી ગણવામાં આવે છે.
નીલગાય એક સસ્તન પ્રાણી છે. તે દેખાવમાં ગાય જેવું હોય છે, જોકે તેમનું શરીર નીલા રંગનું હોય છે. આ કારણે આ પ્રાણીને નીલગાય કહે છે. નીલગાય ખૂબ જ ઓછી માત્રામાં પાણી પીવે છે. તે પાણી વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે. આ કારણે તે ખેતરો ઉપરાંત રેતાળ પ્રદેશમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનું શરીર ઘોડા જેવું હોય છે. પુખ્ત નીલગાયની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી હોય છે તેમજ તેની લંબાઈ છ ફૂટ કરતાં પણ વધારે હોય છે. નર નીલગાય માદા કરતાં શરીરમાં વધારે વજનદાર હોય છે. નર નીલગાયનું વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું હોય છે, જ્યારે માદાનું વજન ૨૧૫ કિલોગ્રામ જેટલું હોય છે. નીલગાયના રંગને કારણે જ તેને નીલગાય નામ આપવામાં આવ્યું છે પણ માદા નીલગાયનો રંગ બદામી જેવા રંગનો હોય છે. તેમના આગળના બે પગ પાછળના બે પગ કરતાં લાંબા હોય છે અને આ કારણે જ તે ઘોડાની જેમ ઝડપથી દોડી શકે છે. નર નીલગાયની ગરદન પર સફેદ વાળનો ગુચ્છો હોય છે તેમજ તેની ગરદન લાંબી અને મજબૂત હોય છે. નર અને માદા નીલગાય તેમના શિંગડાંના કારણે પણ એકબીજાથી અલગ પડે છે. નર નીલગાયના માથા પર નાનાં શિંગડાં હોય છે. તેમની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. આ ઉપરાંત તેમની આંખો દૂર સુધી શિકારી પ્રાણીને જોઈ શકે છે. જોકે તેમની સાંભળવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. નીલગાય સામાન્ય રીતે શાંત પ્રાણી છે. તે એક શાકાહારી પ્રાણી છે. તેનો મુખ્ય ખોરાક ઘાસ છે. આ ઉપરાંત તેઓ પાંદડાં, ફૂલ, ફળ અને ખેતરના પાકને પણ આરોગે છે.
આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ માદા નીલગાય બચ્ચાને જન્મ આપે છે. તે એક સમયમાં એકથી ત્રણ જેટલાં બચ્ચાંને જન્મ આપે છે. જન્મના થોડા સમયમાં જ બચ્ચાં પોતાના પગ પર ઊભા થઈ જાય છે.
નીલગાય મોટાભાગે ઝુંડમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક નર નીલગાય એકલી ફરતી જોવા મળી રહે છે. માદા નીલગાય ક્યારેક ભેંસની જેમ ભાંભરે છે અને નર નીલગાય ઝઘડો કરે ત્યારે જોરજોરથી ચીસો પાડે છે. નીલગાયનો આયુષ્યકાળ બારથી પંદર વર્ષ જેટલો હોય છે.


સોનેરી નોડીયો

નોળિયો આપણી કથા-દંતકથા અને માન્યતાઓમાં ઘણું આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સમયમાં મદારીઓએ પણ તેનો ભરપુર ઉપયોગ કર્યો છે. નોળિયા અને સાપની લડાઈમાં એક એવી માન્યતા છે કે લડાઈ દરમ્યાન થોડી થોડીવારે કોઈ વનસ્પતિ સૂંઘી આવે અને નોળિયાને ઝેરની અસર ન થાય. પરંતુ જાણકારોનું એવું માનવું છે કે હકીકતમાં એવી કોઈ જડીબુટ્ટી નથી કે સપનું ઝેર ચડે નહિ. પણ નોળિયાની ચામડી એટલી ઝાડી છે કે તેને સાપની દાઢ અસર કરતી નથી. બીજું એ કે નોળિયો બહુ સ્ફૂર્તિલું પ્રાણી છે અને સાપના હુમલાને  ચપળતાથી ચુકાવી દે છે.


 જંગલી બિલાડી

એ બિલાડી કુળનું ગુજરાતમાં મળી આવતું અનોખું પ્રાણી છે. તે પ્રાકૃત્તિક સંજોગો પ્રમાણે અનુકૂલન ઝડપથી સાધી લેતાં પ્રાણીઓ પૈકીનો એક હોવાથી રાજ્યમાં તેની વસતી સતત વધી રહી છે. દીપડો અમદાવાદ જિલ્લાને છોડીને સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. સોનેરી રંગના શરીર ઉપર કાળા રંગના ટપકાંનાં ઝુમખા દીપડાને પ્રાણીસૃષ્ટીના સૌથી આકર્ષક પ્રાણી પૈકીનો એક બનાવે છે. દીપડાનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે. તે નિશાચર પ્રાણી છે અને રાત્રે જ શિકાર કરે છે. તેના ભક્ષ્યમાં હરણ, વાંદરા, કૂતરા, મોર, ઘેંટા અને બકરાંનો સમાવેશ થાય છે. તેની શિકાર કરવાની આદતોને લીધે આ માંસભક્ષી અને માનવો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા અવારનવાર બનતાં રહે છે. દીપડો વૃક્ષ ઉપર પણ આસાનીથી ચઢી શકે છે. ઘણી વખત તે શિકારને લઇ તે વૃક્ષ ઉપર ચઢી જાય છે. ગામડાના હદવિસ્તારમાં કૂતરાઓના ભસવાનો અવાજ અને જંગલમાં વાંદરાઓની હૂપાહૂપ આ માંસભક્ષીની હાજરીની ચાડી ખાય છે. માતા દીપડી એક વખતની વિયાણ (પ્રસૂતિ)માં 2થી 4 બચ્ચાંને જન્મ આપે છે. તેનો પ્રસૂતિકાળ 84થી90 દિવસ હોય છે.
ગુજરાતમાં દીપડાની વસતી સતત વધતી રહી છે. હાલમાં ગુજરાતમાં "1070” (2006ની વસતી ગણતરી)થી વધુ દીપડાની વસતી છે.


એસિયાઈસિહ

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.


1 Comments

Previous Post Next Post