* સૌથી મોટી મીણબત્તી
દુનિયાની સૌથી મોટી મીણબત્તી ૮૦ ફૂટ ઊંચી છે અને તેની ગોળાઈનો વ્યાસ ૬ ઈંચ છે. તેને ૧૮૯૭માં સ્વીડનમાં સ્ટોકહોમના એક્ઝીબિશનમાં રજૂ કરવામાં આવી હતી. તેનું નિર્માણ લિંડાહલ્સ ફર્મે કર્યું હતું.* ઘોડા વિશે જાણો
* સંશોધકોના કહેવા પ્રમાણે ઘોડાની પ્રજાતિ લગભગ ૫૦ વર્ષ જૂની છે
*મોટાભાગે ઘોડી રાતના સમયે બચ્ચાને જન્મ આપે છે.
* વિશ્વમાં લગભગ ૧૫૦ પ્રકારની ઘોડાની પ્રજાતિ જોવા મળે છે
* ઘોડાના દાંત પરથી તેની ઉંમર જાણી શકાય છે.
ઘોડા પોતાના મોં દ્વારા શ્વાસ લઈ શકતા નથી.
*ઘોડાનું બચ્ચું જન્મ્યા પછી એક કલાકમાં જ પોતાના પગ પર ઊભું રહી શકે છે.
* ફૈલાબેલા પ્રજાતિના ઘોડા વિશ્વના સૌથી નાના કદના ઘોડા હોય છે, જેમની લંબાઈ ૩૮ સેમીથી ૭૬ સેમી સુધીની હોય છે.
*લિટલ પંપકીનને સૌથી નાના ઘોડા તરીકે નોંધવામાં આવ્યો છે જે માત્ર ૩૫ સેમી લાંબો હતો.
* વિચિત્ર નદીઓ
અલ્જીરિયામાં એક નદી છે ‘શાહીવાળી’. આ નદીનો રંગ હંમેશા ડાર્ક બ્લુ હોય છે. તેના પાણીથી ઈંક(શાહી)ની જેમ લખી શકાય છે. ખરેખર તો આયર્ન, લેડ ઓકસાઈડ અને મીઠાની હાજરીને કારણે પાણીનો રંગ બ્લુ રહે છે. એક બીજી નદી છે – એંગારી સ્પાર્કી, જેના પાણીનો સ્વાદ બિયર જેવો હોય છે. પણ નવાઈની વાત એ છે કે પૂર્વ આફ્રિકામાં આલ્કોહોલ બિલકુલ નથી હોતો.
* વિશ્વનું સૌથી મોટું ફૂલ
ઈંડોનેશિયાના વનોમાં એક અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તે વિ શ્વનું સૌથી મોટું ફૂલ છે, જેની પહોળાઈ ૧૦૦ સેમી હોય છે. પૂર્ણ વિકસિત ફૂલનું વજન ૧૦ કિલોગ્રામ થઈ જાય છે. તેની શોધ સૌથી પહેલા ડો.જોસેફ આર્નોલ્ડે કરી હતી.