(૧) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
વાઘ - Tiger
(૨) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
મોર - Indian Peafowl
(૩) ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
કમળ– Lotus
(૪) ગુજરાતના રાજય પ્રાણી અને રાજય પક્ષીના નામ જણાવો ?
રાજય પ્રાણી-સિંહ - Asiatic Lion
રાજય પક્ષી – સુરખાબ-હેજ (ફલેમીંગો) - Flamingo
(૫) વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે ?
ગ્લાન્ડ (Gland)- સ્વીટ્ઝરલેન્ડ
(૬) ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો ?
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન – ઉત્તરાંચલ
(૭) ભારતમાં વાઘ પરિયોજના કયારે શરૂ કરવામાં આવી ?
વર્ષ ૧૯૭૨ માં વાઘ પરિયોજના હેઠળ ૨૩ રાષ્ટ્રીય ઉદ્યાનો અને
અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે.
(૮) અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
બાલ ઇગલ
(૯) કયું વન્યપ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મુકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે ?
(૧૦)દિપડો (પેન્થર) – Leopard or Panther ઓસ્ટ્રેલીયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
કાંગારૂ.
(૧૧) ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
કીવી. (આ પક્ષી ઉડી શકતું નથી. )
(૧૨) લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું
મોરેશિયસ ટાપુઓ
(૧૩)પંજાબ રાજ્યનું સભ્ય પક્ષી કયું છે ?
ઇસ્ટર્ન ગોશ્લોક
(૧૪)પંજાબનું રાજય પ્રાણી કયું છે ?
કાળિયાર (Black buck)
(૧૫)દુનિયાનો સૈાથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ?
ગ્રીનલેન્ડનો ઉત્તરપૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન.
(૧૬)ભારતમાં કઇ કઈ જાતના રીંછ જોવા મળે છે ?
(૧) હિમાલયન બ્રાઉન બિયર (૨) એશિયાટીક બ્લેક બિયર (૩) સ્લોથ બિયર (૪) સન બિયર
(૧૭) સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોય છે ?
સુર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.
(૧૮)બિલાડી દિવસમાં કેટલા કલાક ઉંઘે છે ?
દિવસમાં ૧૬ કલાક સુધી
(૧૯) ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે ?
હુલોક ગીબન (આસામ) (Hoolock Gibbon) – નર કાળારંગનો
અને માદા સોનેરી રંગની હોય છે.
(૨૦) પ્રાણી જાતમાં સર્વ સામાન્ય સંવનનની પધ્ધત્તિ કઇ ગણાય છે ?
પોલીગેમી- એકી વખતે એક કરતા વધુ પતિ કે પત્નિ હોવા તે – બહુ પત્નિત્વ કે પતિત્વ
(૨૧) ક્યા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ?
કોરલ (પરવાળા ) તથા પર્લ (મોતી)
(૨૨) કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે ?
મધમાખી
(૨૩)કયા પ્રાણીમાંથી કેસ્મિનો ઉન પ્રાપ્ત થાય છે ?
ઘડિયાળસા ઇબેરીયન આઇબે કસ
(૨૪) કયા એશિયાઇ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણકે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે ? ડ્રગોંગ- દરિયાઇ ગાય- વનસ્પતિ આહારી કદાવર દરિયાઇ સસ્તન પ્રાણી
(૨૫) દુનિયામાં સૈાથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે ?
ઓસ્ટ્રેલીયાના કવીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરીયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઇ ઉદ્યાન છે.
(૨૬) શાહુડી સામનો કેવી રીતે કરે છે ?
શાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વબચાવ કરે છે
(૨૭)પ્રાણીના પાછળના ભાગ માટે કર્યો અંગ્રેજી શબ્દ વપરાય છે ?
ડોરસલ. (Dorsal) – પૃષ્ઠ – પીઠ પરનું
(૨૮) બાહયાકાર વિદ્યા રૂપવિદ્યા (મોર્ફોલોજી) કોને કહેવાય છે ?
પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા- આકાર વિજ્ઞાન કહેવાય છે.
(૨૯)એપીકલ્ચર ( Apiculture ) એટલે શું ?
મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરનેએ પીકલ્ચર - મધુમક્ષિકા પાલન કહે છે.
(૩૦) હરપેટોલોજી (Herpetology) એટલે શું ?
સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હરપેટોલોજી કહેવાય છે.
(૩૧)કોન્ડોલોજી (Concogy) એટલે શું ?
મૃ દુકાય (મોલસ્ક) (કવચવાળા પોચા શરીરના પ્રાણીઓ)ના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે.
(૩૨)ઈથોલોજી (Ethology) એટલે શું ?
પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી-પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે.
(૩૩)લીમનોલોજી (Limnology) એટલે શું ?
તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લીમનોલોજી કહેવાય છે.
(૩૪)નેકટોન (Nektons) એટલે શું ?
પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેટોન કહેવાય છે.
Nice
ReplyDeleteNice
ReplyDeleteGood information
ReplyDelete